કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને અમિત શાહ સાથે જોડાયેલા માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. સુલ્તાનપુરની MP-MLA કોર્ટે સોમવારે આ નિર્ણય સંભળાવ્યો છે.
ચુકાદા બાદ કોર્ટની બહાર કોંગ્રેસ કાર્યકર્તાઓએ ઢોલ પર ડાન્સ કર્યો. ફટાકડા ફોડ્યા. ‘રાહુલ ગાંધી ઝિંદાબાદ’ના નારા લગાવ્યા. રાહુલ સવારે 11.12 વાગ્યે કોર્ટરૂમમાં દાખલ થયા હતા. 11.35 વાગ્યે કોર્ટે તેમને નિર્દોષ જાહેર કરી દીધા.
ભાજપ નેતા વિજય મિશ્રાએ ઓગસ્ટ 2018માં રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. આરોપ છે કે રાહુલે 8 મે 2018ના રોજ બેંગલુરુમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું, ‘જે પાર્ટી ઈમાનદારીની વાત કરે છે, તેના અધ્યક્ષ પર હત્યાનો આરોપ છે.’આ પહેલાં, રાહુલના કાફલાની ગાડીઓ સોમવારે સવારે સુલ્તાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વે પર એકબીજા સાથે અથડાઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે વધુ ઝડપે અચાનક બ્રેક લગાવવાને કારણે કાફલાની એક એમ્બ્યુલન્સ સહિત 5 ગાડીઓ અથડાઈ હતી. રાહુલ ગાંધી સુરક્ષિત છે.
પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલાની ગાડીઓ વચ્ચે અકસ્માત
કાફલાની 5 ગાડીઓ અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈ
કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી લખનઉથી સુલતાનપુર કોર્ટમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા ત્યારે માર્ગમાં એક મોટી ઘટના સામે આવી છે. પૂર્વાંચલ એક્સપ્રેસવે પર રાહુલ ગાંધીના કાફલામાં સામેલ અનેક વાહનો એકબીજા સાથે ધડાકાભેર અથડાયા હતા. આ દુર્ઘટનામાં કેટલાક સુરક્ષાકર્મીઓ અને પાર્ટી કાર્યકર્તાઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જોકે, રાહુલ ગાંધી સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ઈજા થઈ નથી.
આ અકસ્માત પૂર્વાંચલ એક્સપ્રેસવે પર 91 કિમી માઈલસ્ટોનની પાસે સર્જાયો છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રાહુલ ગાંધીના કાફલાની 5 ગાડીઓ અને એમ્બ્યુલન્સ એકબીજા સાથે અથડાઈહતી અકસ્માતમાં પાર્ટીના કાર્યકર્તા, પદાધિકારી અને સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક લોકો ઘાયલ થયાં છે. રાહુલ ગાંધી લખનઉથી સુલતાનપુર જઈ રહ્યાં હતા, ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતોજો કે, અકસ્માતમાં રાહુલ ગાંધીને કોઈ ઈજા પહોંચી નથી, તેઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તેવું સૂત્રોએ જણાવ્યું છે.






