• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Tuesday, November 10, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ગૂગલની માર્કેટ વેલ્યૂમાં ઐતિહાસિક ધબડકો,રોકાણકારોમાં ચિંતાનું મોજું

માત્ર 5 મિનિટમાં અલ્ફાબેટની માર્કેટ વેલ્યૂમાંથી 48 લાખ કરોડનું ધોવાણ; ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં નબળાં રહેતાં શેરમાં જંગી વેચવાલી

dharmendravaghela by dharmendravaghela
2026-10-30 12:38:36
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકા હોય કે ચીન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં થઈ રહેલા અતિશય રોકાણને લઈને હવે રોકાણકારોની ચિંતા વધી રહી છે. તેની અસર ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટના શેર પર પણ જોવા મળી છે. કંપનીના ત્રિમાસિક પરિણામો જાહેર થયા બાદ તેના શેરમાં 13.2 ટકા સુધીનો કડાકો બોલાયો હતો. આટલી મોટા ઘટાડાને કારણે માત્ર 5 મિનિટમાં કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે 48 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. કંપનીના વેચાણના આંકડા અંદાજ કરતાં ઓછા રહેવા અને જાહેરાતની આવકમાં સુસ્તી આવતાં રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો.
ગૂગલ અને તેની પેરેન્ટ કંપની અલ્ફાબેટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રમાં મોટા પાયે રોકાણ કરી રહી છે. કંપની ડેટા સેન્ટર, કમ્પ્યુટિંગ ક્ષમતા અને AI ટેક્નોલોજીના વિકાસ પાછળ જંગી ખર્ચ કરી રહી છે. જોકે, આટલા મોટા ખર્ચ સામે કંપનીને કેટલો નફો મળશે તે અંગે રોકાણકારોમાં સવાલો ઊભા થયા છે. અલ્ફાબેટે જુલાઈમાં જણાવ્યું હતું કે તેનો મૂડી ખર્ચ વધીને આશરે 205 અબજ ડોલર થયો છે, જે અગાઉના વર્ષની સરખામણીએ લગભગ બમણો છે. આટલા મોટા રોકાણ છતાં કંપનીની આવકમાં અપેક્ષા પ્રમાણે વૃદ્ધિ ન દેખાતાં રોકાણકારોની ચિંતા વધી હતી.
કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ રોકાણકારોએ મોટા પાયે શેર વેચવાનું શરૂ કર્યું હતું. તેના કારણે અલ્ફાબેટના શેર માત્ર 5 મિનિટમાં 13.2 ટકા તૂટીને 279.43 ડોલર પર પહોંચી ગયા હતા. આ ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપિટલાઇઝેશનમાં આશરે 500 અબજ ડોલર એટલે કે 48 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. કંપનીના માર્કેટ વેલ્યૂમાં નોંધાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
અલ્ફાબેટે ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોમાં કુલ 111.2 અબજ ડોલરની આવક નોંધાવી હતી. જોકે, આ આંકડો વિશ્લેષકોના અંદાજ કરતાં ઓછો રહ્યો હતો. કંપનીની કુલ આવકમાં અડધાથી વધુ હિસ્સો ધરાવતા જાહેરાતના વ્યવસાયમાં પણ નરમાઈ જોવા મળી હતી. જાહેરાતમાંથી થતી આવક છેલ્લાં પાંચ ત્રિમાસિક ગાળામાં સૌથી નીચા સ્તરે રહી હતી. જાહેરાત કંપનીની આવકનો મુખ્ય સ્ત્રોત હોવાથી તેમાં આવેલી સુસ્તીએ રોકાણકારોની ચિંતા વધારી હતી. AI ક્ષેત્રમાં સતત વધી રહેલા ખર્ચ વચ્ચે આવકના મુખ્ય સ્ત્રોતમાં જ નબળાઈ દેખાતાં શેરમાં વેચવાલી વધી હતી.

Tags: google market value down
Previous Post

પીએમ મોદીના હસ્તે બનાસકાંઠામાં 14000 કરોડના કાર્યોનું લોકાર્પણ-ખાતમુહર્ત

Next Post

ભૂતાનમાં ગ્લેશિયર સરોવર ફાટતાં ભારતના સરહદી વિસ્તારોમાં પૂરનો ખતરો

dharmendravaghela

dharmendravaghela

Related News

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે
તાજા સમાચાર

કેન્સરથી મોત મામલે ગુજરાત દેશભરમાં સાતમા નંબરે

November 7, 2026
દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો
તાજા સમાચાર

દેશમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાત અને મહારાષ્ટ્રનો ડંકો

November 7, 2026
ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત
તાજા સમાચાર

ઉત્તર પ્રદેશમાં ટ્રકની ટક્કરથી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતા 5 મહિલાનાં મોત

November 7, 2026
Next Post
ભૂતાનમાં ગ્લેશિયર સરોવર ફાટતાં ભારતના સરહદી વિસ્તારોમાં પૂરનો ખતરો

ભૂતાનમાં ગ્લેશિયર સરોવર ફાટતાં ભારતના સરહદી વિસ્તારોમાં પૂરનો ખતરો

ઉત્તરાખંડમાં પર્વતો પર બરફવર્ષા, ગંગોત્રીથી ગોમુખ સુધી સફેદ ચાદર, મસૂરીમાં વરસાદથી ઠંડીમાં વધારો

ઉત્તરાખંડમાં પર્વતો પર બરફવર્ષા, ગંગોત્રીથી ગોમુખ સુધી સફેદ ચાદર, મસૂરીમાં વરસાદથી ઠંડીમાં વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In