સાઉદી અરેબીયા અને હુતી બળવાખોરો વચ્ચે હજુ પણ તણાવ યથાવત છે. જેમાં હુતી બળવાખોરોએ કરેલા હુમલાના જવાબમાં હવે સાઉદી અરેબિયાએ પણ હુતી બળવાખોરોના અનેક સ્થાનો પર હુમલા શરૂ કર્યા છે. સાઉદી અરેબીયાએ યમનની રાજધાની સના સહિતના અનેક મહત્વના સ્થળો પર તીવ્ર હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા કર્યા છે.
આ અંગે હુતી બળવાખોરોના સૈન્ય પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સરી જણાવ્યું હતું કે,છેલ્લા 24 કલાકમાં સાઉદી યુદ્ધ વિમાનોએ 81 હવાઈ હુમલા અને મિસાઈલ હુમલા કર્યા હતા. આ હુમલાઓએ રાજધાની સના અને અલ-જૌફ, તાઈઝ, સાદા, મારીબ, લહાજ, અલ-બૈદા અને અલ-હુદાયદાહ પ્રાંતોમાં નાગરિક લક્ષ્યોને નિશાન બનાવ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખામીસ મુશૈત અને તૈફ એરબેઝ પરથી ઉડતા F-15 અને ટાયફૂન એરક્રાફ્ટનો ઉપયોગ સાઉદી અરેબિયા દ્વારા આ હુમલાઓ માટે કરવામાં આવ્યો હતો. તેમજ નજરાનમાંથી મિસાઇલો છોડવામાં આવી હતી. આ હુમલાઓમાં ઘણા નાગરિકો માર્યા ગયા છે તેમજ ઘાયલ થયા છે.
જેના લીધે સાઉદી અરેબિયા દ્વારા કરાયેલા હવાઈ હુમલાઓની કુલ સંખ્યા 58એ પહોંચી ગઈ છે. આ પૂર્વે હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના અનેક મહત્વના શહેરો અને એરપોર્ટ પર હુમલા કર્યા હતા. જેના જવાબમાં સાઉદી અરેબિયાએ હુતી બળવાખોરોના છુપાવાના સ્થળો પર હવાઇ હુમલા શરૂ કર્યા છે.
——————-






