• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Wednesday, November 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પના દબાણે એનવિડિયામાં જેન્સેન હુઆંગનું થયું ધમાકેદાર પુનરાગમન

બોર્ડે સર્વાનુમતે સીઈઓ અને પ્રમુખપદે પુનઃનિમણૂકને આપી મંજૂરી; હુઆંગના પરત ફરતા શેરમાં 33.7 %નો જંગી ઉછાળો

dharmendravaghela by dharmendravaghela
2026-11-24 11:48:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દબાણના પગલે એનવિડિયાએ તેના વિવાદાસ્પદ વડા અને સીઇઓ જેન્સેન હુઆંગની ફરીથી કંપનીના પ્રમુખપદે અને સીઇઓ તરીકે પુન: નિમણૂક કરી છે. તેમના પર વિદેશી ઇન્ટેલિજન્સ ઓપરેશનના આરોપના પગલે તેમણે બધા હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. હવે કંપનીના બોર્ડે સર્વાનુમતે તેમના પુનરાગમનને મંજૂરી આપી છે. હુઆંગના પાછા ફરવાના અહેવાલોથી સોમવારે તેનો શેર ૩૩.૭ ટકા ઉછળીને ૧૬૭.૫૬ ડોલરને સ્પર્શી ગયો હતો. એનવિડિયાનો શેર શુક્રવારે ૧૨૫.૫૩ ડોલર પર બંધ હતો.
હુઆંગ અને અમેરિકન સરકારના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે મંત્રણાના પગલે બોર્ડે તાત્કાલિક અસરથી તેમની પુન: નિમણૂકને મંજૂરી આપી છે. બોર્ડે જણાવ્યું હતું કે તેમને હુઆંગે આપેલી સમજૂતીથી સતોષ થયો છે અને કંપનીને દોરી જવાની તેમની ક્ષમતામાં તેમને વિશ્વાસ છે. કંપનીના બોર્ડે જણાવ્યું હતું કે અમેરિકન સરકારી અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે તેમને વિશ્વાસ બેઠો છે કે હુઆંગના પરત ફરવાથી રાષ્ટ્રીય સુરક્ષા પર કોઈ જોખમ નહીં સર્જાય. હુઆંગના પરત ફરવાના કારણ એનવિડિયાનો શેર ૩૨ ટકા જેટલો ઉછળ્યો હતો. આ શેર હુઆંગની કબૂલાત પછી લગભગ ૩૩ ટકા તૂટયો હતો. જ્યારે નાસ્ડાક સાત ટકાથી પણ વધુ ઉછળ્યો હતો.
એનવિડિયા બોર્ડના ચેરમેન હાર્વે સી જોન્સનું માનવું છે કે બોર્ડ માને છે કે જેન્સેન એનવિડિયાને દોરવા માટે યોગ્ય વ્યક્તિ છે. જોન્સ બોર્ડના ચેરમેન તરીકે જારી રહેશે. જ્યારે હુઆંગ સીઇઓ અને બોર્ડ ડિરેક્ટર તરીકેની કામગીરી શરૂ કરશે. જ્યારે વચગાળાના સીઇઓ તરીકે કામગીરી સંભાળનારા કોલેટ ક્રેસ એનવિડિયાના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તરીકેની તેમની અગાઉની ભૂમિકા પર પરત ફરશે. જો કે હુઆંગના પરત ફરવાનો અર્થ એવો નથી કે ફોરીન ઇન્ટેલિજન્સની તપાસ પૂરી થઈ ગઈ છે. એનવિડિયાએ જણાવ્યું હતું કે હુઆંગને ટાર્ગેટ કરવામાં આવ્યા છે તેની તપાસ કરવા માટે સ્વતંત્ર સમિતિ રચવામાં આવી છે. આ સમિતિ કોઈ તારણ પર પહોંચાય નહીં ત્યાં સુધી તેની તપાસ જારી રાખશે.
સમિતિએ સમગ્ર પ્રક્રિયામાં મદદ કરવા સ્વતંત્ર વકીલની નિમણૂક કરી છે. કંપનીએ અલગ નેશનલ સિક્યોરિટી એન્ડ એક્સ્પોર્ટ કમિટીની રચના કરી છે, આ સમિતિ સ્વતંત્ર ડિરેક્ટરોની બનેલી છે. આ સમિતિ ટ્રેડ કોમ્પ્લાયન્સ અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા જોખમો પર ચાંપતી નજર રાખશે. કંપની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી બાબતોમાં અનુભવ ધરાવતા કાયદાકીય સલાહકારો લાવી રહી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે આ કેસમાં લઈને ચાલતી સરકારી તપાસ અને ચકાસણીમાં સરકારને સતત સહયોગ આપતી રહેશે.

Tags: jensen huangnvidiatrump presserUSA
Previous Post

યમનમાં સાઉદીનો હુતી બળવાખોરો પર હુમલો

Next Post

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની જાસૂસોની મોટી સાયબર જાસૂસીનો પર્દાફાશ

November 24, 2026
SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં
તાજા સમાચાર

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

November 24, 2026
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો
તાજા સમાચાર

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

November 24, 2026
Next Post
ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

ચીનના ભાવ વધારાથી સુરતના લેબગ્રોન હીરા ઉદ્યોગને ફટકો

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

SBI, HDFC અને ICICI બેંક ફરી RBIની ‘Too Big To Fail’ યાદીમાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In