યુવાનો સહિત દરેક વયના લોકો સમગ્ર વર્ષ નવરાત્રિની રાહ જાેતા હોય છે. સૌ કોઈ માતાજીની ભક્તિમાં ગરબે ઘૂમવા ઉત્સુક હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોના નવરાત્રિના રંગમાં ભંગ કર્યો હતો પણ આ વર્ષે કોરોનાના નિયંત્રણો ન હોવાથી ફરી એક વખત ખેલૈયાઓના પગ થનગની રહ્યા છે આદ્યશક્તિ આરાધનાના પર્વ નવરાત્રીનું આયોજન યાત્રાધામમાં કરવામાં આવશે આ અંગેનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. આ નવરાત્રીના પર્વનું આયોજન 26-9-2022થી 4-10-2022 સુધી કરવામાં આવશે ,શેરી ગરબાનું આયોજન પણ સરકારતરફથી કરવામાં આવશે ,આ તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. નવરાત્રીમાં લોક ગાયકોને પણ બોલાવવામાં આવશે.