રાજ્યનું પાટનગર ગાંધીનગર હવે આંદોલનનું એપી સેન્ટર બની ચૂક્યું છે. રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી પાંચ મંત્રીઓની કમિટી પણ વિવિધ આંદોલનોને ઠારવા અને કર્મચારીઓના પ્રશ્ન હલ કરી આંદોલન શાંત પાડવા માટેની અસરકારક નિર્ણય કે તેની કામગીરી કરી શકતી નથી. જેના કારણે સચિવાલય ગેટ નંબર 1 અને સત્યાગ્રહ છાવણી આંદોલન કાર્યોથી ઉભરાઈ રહી છે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ ઉપરાંત કિસાન સંઘ શિક્ષકો અને નિવૃત્ત જવાનોનું આંદોલન ધીમે ધીમે વેગવંતુ બની રહ્યું છે. અને તે અટોપાયું નથી તો બીજી તરફ આજથી વન રક્ષક કર્મચારીઓ પણ સરકાર સામે વિરુદ્ધ વ્યક્ત કરી મેદાને ઉતર્યા છે.
આ ઉપરાંત લોકરક્ષક દળની મહિલા કર્મચારીઓ પણ પોતાના અન્યાય સામે સરકાર સામે મોરચો માંડીને બેઠી છે. જ્યારે આજે આંગણવાડી કાર્યકર બહેનો અને વીસીઈ વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર પણ વિવિધ માગણીઓના મુદ્દે સરકાર સામે મોરચો ખોલી ચૂક્યા છે. આ ઉપરાંત આગામી 22 સપ્ટેમ્બર થી વાહન વ્યવહાર વિભાગ એસટી કર્મચારીઓ પણ હડતાલ ઉપર જવાની સ્પષ્ટ ચેતવણી સરકારને ઉચ્ચારી છે.
હવે 26 સપ્ટેમ્બરથી સરકારી વીજ કંપનીના કર્મચારીઓ પણ પોતાની પડતર માગણીઓના મુદ્દે આંદોલન શરૂ કરવાના છે જેના પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકાર સામે ઊભા થયેલા વિવિધ આંદોલનો હજુ પણ અનેક દિવસો સુધી ચાલે તો નવાઈ નહીં ઉલ્લેખનીય છે કે વિવિધ વિભાગ ના કર્મચારીઓ દ્વારા શરૂ થયેલા અલગ અલગ આંદોલનમાં કર્મચારીઓ હવે સરકાર સામે આક્રમક બની લડી લેવાના મૂડમાં છે.
પાટનગર ગાંધીનગરમાં વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ દેખાવો કર્યા હતા પરિણામે પોલીસે તમામની અટકાયત કરી હતી ઉલ્લેખનીય છે કે સત્યાગ્રહ સામે ખાતે પરવાનગી વિના અલગ અલગ જિલ્લામાંથી ઉમટી પડેલા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર ની પોલીસે અટકાયત કરી હતી આ સમયે બંને પક્ષે ઘર્ષણ થયું હતું.
તો બીજી તરફ કેટલીક આંગણવાડી બહેનોની પર પોલીસ દ્વારા અટકાયત કરી હતી જેમને કરાઈ પોલીસ એકેડેમી ખાતે લઈ જવામાં આવ્યા હતા ફુલ એચડી છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને ગુજરાત વિધાનસભાનું સત્ર મળી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં વિવિધ સમુદાયોના અલગ અલગ આંદોલનથી ગાંધીનગર સહિત ત્રણ જિલ્લાની પોલીસ સત્યાગ્રહ છામણી અને સચિવાલય ભરતી ગોઠવી દેવામાં આવી છે અને સમગ્ર દિવસ દરમિયાન પકડા પકડીનો દાવ જોવા મળ્યો હતો