ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ ફરીથી અચાનક ડાઉન થઈ ગયું, જેના કારણે કરોડો યુઝર્સ પરેશાન થઈ ગયા છે. લોકો સોશિયલ મીડિયા પર તેની ઉગ્ર ફરિયાદો કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ ડાઉન હોવાને કારણે તેમને લોગઈન કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અને ફીડ પણ રિફ્રેશ નથી થઈ રહ્યું. કંપનીએ ટ્વીટ કર્યું, “અમે જાણીએ છીએ કે કેટલાક લોકોને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં મુશ્કેલી આવી રહી છે. અમે તેને શક્ય તેટલી વહેલી તકે સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છીએ. તકલીફ માટે માફી ચાહું છું.”