જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં બસમાં વિસ્ફોટ થયો હતો. જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં સવારે 6 વાગ્યે રહસ્યમય વિસ્ફોટ થયો હતો. ઉધમપુરમાં 8 કલાકમાં આ બીજો બ્લાસ્ટ છે. આ પહેલા રાત્રે 10.45 કલાકે ડોમીલ ચોક પાસે બસમાં બ્લાસ્ટ થયો હતો. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. એડીજીપી જમ્મુ મુકેશ સિંહે જણાવ્યું કે બસમાં વિસ્ફોટ સવારે 6 વાગે ઉધમપુરના જૂના બસ સ્ટેન્ડ પાસે થયો હતો. આ અકસ્માતમાં બસને ભારે નુકસાન થયું હતું. જો કે, કોઈને ઈજા થઈ નથી.આ વિસ્ફોટ શાના કારણે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી. જમ્મુ-કાશ્મીર પોલીસે તપાસ શરૂ કરી છે.