મ્યાનમારના બર્મામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.1 નોંધાઇ હતી. મ્યાનમારમાં બર્મામાં આજે સવારે 3:52 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવતા ધરતી ધ્રૂજી ઉઠી હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ બર્માથી 162 કિમી દૂર નોંધાયું હતું. ભૂકંપની ઊંડાઈ જમીનથી 140 કિમી નીચે હતી. ભૂકંપના આંચકા જોરદાર અનુભવાયા હતા પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ થયાના સમાચાર સામે નથી આવ્યા. આ અગાઉ કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન નિકોબારમાં પણ છેલ્લા 24 કલાકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં પણ છેલ્લા 24 કલાકમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ટાપુ વિસ્તારમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.1 નોંધવામાં આવી હતી. કેન્દ્ર શાસિત પ્રદેશ આંદામાન-નિકોબારમાં શનિવારે બપોરે 2:30 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.