Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ

સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત: થરુર અને દિગ્વિજય સિંહ કરી ચૂક્યા છે ચૂંટણી લડવાની જાહેરાત

aaspassdaily by aaspassdaily
2022-09-30 10:36:56
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

કોંગ્રેસ અધ્યક્ષ પદની યોજાનારી ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એવું માનવામાં આવે છે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઈનકાર બાદ ખડગે પોતાનો દાવો રજૂ કરી શકે છે.
કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં વધુ એક નામની ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો છે કે વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પણ અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ઇનકાર બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને કોંગ્રેસ અધ્યક્ષ પદના ત્રીજા ઉમેદવાર તરીકે જોવામાં આવે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે, આ પહેલા શશિ થરૂર અને દિગ્વિજય સિંહના નામની ઔપચારિક જાહેરાત થઈ ચુકી છે અને તેઓ આજે પોતાનું નામાંકન ભરશે.
જો કે, મલ્લિકાર્જુન ખડગે આજે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવશે કે નહીં, તે અંગે અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ પાર્ટીના સૂત્રોનો દાવો છે કે, ખડગે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે અને ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેના નજીકના સૂત્રોએ અગાઉ સંકેત આપ્યો હતો કે તેઓ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાના વિરોધમાં નથી, પરંતુ સોનિયા ગાંધીની સૂચના પર જ આગળ વધશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી મલ્લિકાર્જુન ખડગેને નેહરુ-ગાંધી પરિવારના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ માનવામાં આવે છે. ગાંધી પરિવારના મનપસંદ ઉમેદવાર ગણાતા અશોક ગેહલોતના રેસમાંથી બહાર થયા બાદ 17 ઓક્ટોબરે યોજાનારી AICC અધ્યક્ષ પદની ચૂંટણી માટે ખડગેનું નામ ચર્ચામાં છે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વાપસીની હિમાયત કરી રહેલા 80 વર્ષીય ખડગેનું માનવું છે કે લોકસભાની ચૂંટણી માત્ર બે વર્ષ બાકી છે અને દેશનો પ્રવાસ કરવો અને પાર્ટીને આગળ લઈ જવી એ એક ઘણુ મોટું કામ છે. નજીકના સહયોગીએ કહ્યું, તેમણે (મલ્લિકાર્જુ ખડગેએ) પાર્ટી દ્વારા કહેવામાં આવેલી કોઈપણ વાતને નકારી નથી. પાર્ટીએ તેમનું ધ્યાન રાખ્યું, પાર્ટી જે પણ નિર્ણય લેશે, તેઓ તે નિર્ણયને સ્વીકારશે.

મનીષ તિવારીનું નામ પણ ચર્ચામાં
બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મનીષ તિવારીનું નામ પણ ચર્ચામાં છે. આ મુદ્દે પાર્ટીના ‘G23’ ગ્રુપના ચાર સભ્યો આનંદ શર્મા, ભૂપિન્દર સિંહ હુડ્ડા, પૃથ્વીરાજ ચૌહાણ અને મનીષ તિવારીએ ગુરુવારે બેઠક યોજી હતી. છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી છે કે મનીષ તિવારી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી શકે છે, જોકે તેમના નજીકના સૂત્રોનું કહેવું છે કે તેમને હજુ સુધી ઉમેદવારી પત્ર લીધો નથી. માનવામાં આવે છે કે, કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે અશોક ગેહલોતના ઇનકાર બાદ આજે ઘણા ઉમેદવારો સામે આવી શકે છે.

Tags: congres president raceindiakhadge
Previous Post

ભૂકંપના આંચકાથી હલબલી ઉઠી મ્યાનમારના બર્માની ધરતી

Next Post

સુરતમાં સારોલી પોલીસે 1.65 કરોડના ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકની કરી ધરપકડ

aaspassdaily

aaspassdaily

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
સુરતમાં સારોલી પોલીસે 1.65 કરોડના ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકની કરી ધરપકડ

સુરતમાં સારોલી પોલીસે 1.65 કરોડના ડ્રગ્સ સાથે રાજસ્થાની યુવકની કરી ધરપકડ

ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી

ભરતી માટેની ઉંમર મર્યાદાની છૂટછાટની મુદ્દત લંબાવી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.