ભાવનગરના નારી ચોકડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલાને નાની ખોડીયાર મંદિર નજીક કાર અડફેટે ગંભીર ઇજા થતાં સારવાર હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ નાની ચોકડી પાસે આવેલ નિરમા કોલોનીમાં રહેતા વૃદ્ધ મહિલા શારદાબેન પ્રવીણભાઈ ઠોરીયા નાની ખોડીયાર મંદિર પાસે આવેલ કટારીયા શોરૂમ નજીક રોડ ક્રોસ કરતા હતા ત્યારે જી.જે.૦૪ સી.જે.૯૫૪૨ના ચાલકે અડફેટે લેતા વૃદ્ધાને ગંભીર ગંભીર ઇજા થતા તેમને સારવાર અર્થે ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. આ બનાવ અંગે વૃદ્ધ મહિલાના પુત્ર સાવનભાઈ પ્રાણજીભાઈ ઠોરીયાએ કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે.