રાજ્યના પાટનગરમાં કલ્ચરલ ફોરમ દ્વારા સોમવારે મહાઅષ્ટમીના દિવસે યોજાતી આરતીમાં અર્ધનારેશ્વરની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. બે વર્ષ પછી આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સુંદર પ્રતિકૃતિમાં 35 હજારથી વધુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા. છેલ્લા 25 વર્ષથી મહાઆરતીની આ પરંપરા ચાલતી આવે છે.
35 હજારથી વધુ દીવડાની આરતી કરાતા વાતાવરણમાં અનોખો ઉત્સાહનો સંચાર થયો હતો. આ નજારો જોવા જેવો બની ગયો હતો. હજારો લોકોએ આ મહાઆરતીમાં ભાગ લીધો હતો. ત્યારબાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.