આદ્યશક્તિના નવલા નોરતા આજે પૂર્ણ થવામાં છે. ખાસ કરીને પ્રોફેશનલ રાસ ગરબા માટે આજે છેલ્લો દિવસ છે. જ્યારે શાસ્ત્રોક્ત ઉજવણી મુજબ કાલે દશેરાએ વિજયા દશમીની ઉજવણી સાથે નવરાત્રીની પૂર્ણાહુતિ થશે.
ભાવનગરમાં પ્રોફેશનલ રાસ ગરબા આયોજકોએ એકમથી નોમ સુધીનું આયોજન કર્યું છે આથી આજે ખેલૈયાઓ માટે રાસ ગરબા લેવાની છેલ્લી રાત છે. ભાવનગર શહેરમાં નવરાત્રી રાસ ગરબાના થયેલા પ્રોફેશનલ આયોજનોમાં ઇસ્કોન ક્લબ ખાતે અત્યાધુનિક સાઉન્ડ, લાઇટ અને ઓરકેસ્ટ્રાના સથવારે સર્વશ્રેષ્ઠ રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ ખેલૈયાઓ ટ્રેડિશનલ ડ્રેસ કોડ સાથે રાસ ગરબે ઘુમી રહ્યા છે.