બુરાઈ પર અચ્છાઈની જીત સમાન આજે વિજ્યા દશમીનો પર્વ દેશ ભરમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યમાં પણ વિજ્યા દશમીના આ પર્વની ખૂબ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શસ્ત્રની પૂજા કરી હતી
પરંપરા મુજબ પોલીસ હેડ કવાર્ટરમાં શસ્ત્ર પૂજાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યો છે. આ શસ્ત્ર પૂજામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામેલ થયા છે, અને શસ્ત્રની પૂજા કરી હતી.શાસ્ત્રોકત વિધિ અનુસાર શસ્ત્રની પૂજા કરાઇ હતી. પૂજા વિધિ બાદ ગૃહમંત્રી ખેડા જિલ્લાના ઉઢેલા ગામમમાં જે ઘટના ઘટી હતી અને અસમાજિક તત્વો દ્વારા જે રીતે શાંતિ ડોહલાવવાનો પ્રયસ કરવામાં આવી રહ્યો છે જે અંતગર્ત ગૃહમંત્રીએ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.