મહુવાના બસ સ્ટેન્ડ રોડ પર મંગલમૂર્તિ કોમ્પ્લેક્સમાં આવેલ ઇલેક્ટ્રીકની દુકાનના ગોડાઉનમાંથી ઇલેક્ટ્રીક વાયરના ત્રણ બંડલની દુકાનમાં કામ કરતા કારીગર સહિત બે શખ્સે ચોરી કર્યાની ફરિયાદ દુકાન મલિકે નોંધાવતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ મહુવાના બસ સ્ટેન્ડ રોડ,મંગલમૂર્તિ કોમ્પ્લેક્સના પહેલા માળે આવેલ મહારાજા ઇલેક્ટ્રીક સ્ટોરમાં કામ કરતો સમીર હુસેનભાઈ કલાણીયા દુકાનનું ગોડાઉન ચેક કરવા ગયો હતો ત્યારે ગોડાઉનમાં રાખેલ ઇલેક્ટ્રીક વાયરના ત્રણ બંડલ કોમ્પ્લેક્સના ચાલવાના રસ્તા ઉપર મૂકી દીધા બાદ એક અજાણ્યો શખ્સ આ બંડલો લઈ ગયો હતો. આ બનાવ અંગે મહુવા પોલીસે દુકાનના કારીગર સહિત બે શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.