ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ગઇકાલે એકાએક બેટ દ્વારકાની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં તાજેતરમાં સંવેદનશીલ ગેરકાયદે દબાણો વર્ષો બાદ હટાવાયા છે અને વડાપ્રધાન પણ મુખ્યમંત્રીને આ બદલ અભિનંદન આપી ચુકયા છે તે ઉલ્લેખનીય છે.
જે.પી.નડ્ડાએ લેમન ટ્રી હોટલ ખાતે સાંસદો પુનમબેન માડમ, રામભાઇ મોકરીયા, મોહનભાઇ કુંડારીયા સહિતના નેતાઓ સાથે બેઠક કરી હતી. બાદમાં એકાએક બેટ દ્વારકા જવાનો નિર્ણય લીધો હતો અને બોટમાં તેઓએ નિરીક્ષણ પણ કર્યુ હતું.