ગાંધીનગર જૂની સચિવાલયની બિલ્ડિંગમાં આગ લાગી
ત્રણ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે
ગાંધીનગર : શહેરના જૂના સચિવાલયના બ્લોક નંબર 16ની કચેરીના બીજા માળે આગ લાગી છે. જેને કાબૂમાં લેવા ફાયરની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલ ફાયર ફાઇટર આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરી રહ્યા છે. હાલ પ્રાથમિક માહિતીમાં આગને કારણે કોઇ જાનહાની થઇ હોય તેવા સમાચાર હજી સામે આવ્યાં નથી.
આ આગ લાગવા પાછળનું કારણ હજી જાણી શકાયુ નથી. આ માહિતી પ્રમાણે, વિકાસ કમિશ્નરની કચેરીની બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.