ઈરાકી સંસદે 78 વર્ષીય બ્રિટિશ-શિક્ષિત એન્જિનિયર અબ્દુલ લતીફ રાશિદને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યાં છે.
ઈરાકમાં છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી રાજકીય કટોકટીનો અંત આવી ગયો છે. દેશમાં નવા રાષ્ટ્રપતિ ચૂંટાયા છે. નવા રાષ્ટ્રપતિની ચૂંટી કાઢવા માટે ગુરુવારે ઈરાકી સંસદમાં મતદાન થયું હતું જેમાં સાંસદોએ કુર્દિશ રાજકારણી અબ્દુલ લતીફ રાશિદને દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટી કાઢ્યા છે. સંસદમાં 329 માંથી 269 ધારાસભ્યોએ તેમના પક્ષમાં વોટિંગ કર્યું હતું અને આ રીતે તેઓ સહેલાઈથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
78 વર્ષીય રાશિદ બ્રિટિશ-શિક્ષિત એન્જિનિયર છે અને 2003-2010 સુધી ઇરાકી જળ સંસાધન મંત્રી હતા. સરકાર રચવા માટે સૌથી મોટા સંસદીય જૂથના ઉમેદવારને આમંત્રણ આપવા માટે તેમની પાસે 15 દિવસનો સમય છે.