હેરી પૉર્ટર ફિલ્મમાં રૂબિયસ હૈગ્રિડનું પાત્ર ભજવનાર રોબી કોલ્ટ્રેનનું 72 વર્ષની વયે નિધન થયું છે. રોબી કોલ્ટ્રાનની એજન્ટે જણાવ્યું છે કે તે ઘણા સમયથી હોસ્પિટલમાં ભર્તી હતા. રોબી કોલ્ટ્રાનના અવસાનની વાત બૉલીવુડમાં ફેલતા શોકની લહેર છવાઈ ગઈ છે. તે ગજબના કોમેડિયન કલાકાર હતા.
ઘ હોલીવુડ રિપોર્ટરના જણાવ્યા અનુસાર રોબી કોલ્ટ્રાનના નિધનની ખબર ખુદ તેના એજન્સીના સભ્યો દ્વારા આપવામાં આવી છે. તેમણે હેરી પૉર્ટર ફિલ્મ સિવાય અલાવા ડિટેક્ટિવ ડ્રામા ક્રેકરમાં પણ અભિનય આપ્યો હતો. તે આગવી કોમેડીથી લોકોના દિલ પર રાજ કરતાં હતા. અન્ય ભૂમિકાઓમાં રશિયન ક્રાઈમ બોસ જેમ્સ બોન્ડની થ્રિલર ‘ગોલ્ડનઆઈ’ અને ‘ધ વર્લ્ડ ઈઝ નોટ ઈનફ’માં કામ કર્યું હતું. રોબી કોલ્ટ્રેનની એજન્ટ બેલિન્ડાએ નિવેદન આપતા પુષ્ટિ કરી છે કે એક્ટરનું નિધન હોસ્પિટલમાં થયું છે.