ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે, ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રની તો તમામ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે.
ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 182 બેઠક પરથી કુલ 3500 દાવેદારો નોંધાયા છે. નિરિક્ષકોએ દાવેદારોને સાંભળ્યા છે. હવે આ તમામ દાવેદારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઇકમાન્ડ ઉમેદવાર નક્કી કરશે. આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાવેદારી નહીં કરે તેવી વાત સામે આવી છે.