Friday, July 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સાંસ્કૃતિક નગરી ભાવનગરના આંગણે યોજાશે પંડિત રાજન મિશ્રાને સ્વરાંજલિ આપતો ત્રિદિવસીય કાર્યક્રમ

28, 29 અને 30 ઓક્ટોબરના અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા ત્રિદિવસીય સંગીતમય કાર્યક્રમ

aaspassdaily by aaspassdaily
2022-10-28 11:41:48
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પંડિત રાજન મિશ્રાનું નામ સંગીત પ્રેમીઓ માટે સહેજે અજાણ્યું નથી. શાસ્ત્રીય સંગીતપ્રેમીઓના હૃદયમાં  પોતાની કલા દ્વારા અમિત છાપ છોડીને તેમણે 69 વર્ષની વયે દેહ છોડીને વિદાય લીધી. તેમને સ્વરાંજલિ અર્પણ કરવા અનુભૂતિ ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક નગરી ભાવનગર ખાતે ત્રિદિવસીય સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયું છે.
28, 29 અને 30 ઓક્ટોબરના આયોજિત આ સંગીતોત્સવ અંગે અનુભૂતિ ટ્રસ્ટના સલોની ગાંધીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, પંડિત રાજન મિશ્રાજી તેમના સ્વર અને સ્નેહથી સંગીતપ્રેમીઓના હૃદયમાં સદાય વસેલા છે. તેમને સંગીતમય સ્વરાંજલિ અર્પણ કરવા તારીખ 28થી કાર્યક્રમનો પ્રારંભ થશે. આ દિવસે રાજન મિશ્રાજીની જન્મ જયંતી પણ છે અને તે દિવસે સવારે 11થી બપોરે 1/30 સુધી પંડિત સાજન મિશ્રાજી દ્વારા કાર્યશાળા યોજાશે. આ જ દિવસે રાત્રે 8:30 કલાકે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે પંડિત રાજન અને પંડિત સાજન મિશ્રાના શિષ્ય ગરુણ મિશ્રાના ગાયનનો અને ત્યારબાદ પંડિત સતીષ વ્યાસના સંતુર વાદનનો કાર્યક્રમ યોજાશે.


તારીખ 29ના સવારે 11 થી બપોરે 1/30 સુધી પંડિત કુમાર બોઝ દ્વારા કાર્યશાળા યોજાશે અને તે રાત્રે 8/30 કલાકે મેઘાણી ઓડિટોરિયમ ખાતે વિદુષી મંજુ મહેતા અને અમિતા દલાલનું સિતારવાદન અને ત્યારબાદ સ્વરાંશ મિશ્રા અને સાજન મિશ્રાના ગાયનની પ્રસ્તુતિ થશે. સંગીત ઉત્સવના ત્રીજા દિવસે મેઘાણી ઓડિટોરિયમ ખાતે જ રાત્રે 8:30 કલાકે પ્રિસિલા ગૌરી બ્રુલ્હાર્ટ દ્વારા કથક પ્રસ્તુતિ અને ત્યારબાદ પંડિત કુમાર બોઝ તથા સુશ્રી હેતલ મહેતા- જોશીના તબલાવાદનનો લાભ ભાવેણાવાસીઓને મળશે.
આ ત્રિ -દિવસીય મહોત્સવનું આયોજન કરનાર અનુભૂતિ ટ્રસ્ટ 1995થી ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્ય, શિક્ષણ અને આરોગ્યને પ્રોત્સાહન આપવા અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત છે. આ ટ્રસ્ટ દ્વારા ભાવનગરમાં 20થી વધુ સંગીત સમારોહ અને અનેક શિબિર પણ યોજાઈ ચૂકી છે. આ ઉપરાંત પંડિત રાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્નાના વિશ્વ પ્રવાસ ‘ભૈરવ છે ભૈરવી તક’ હેઠળ તેર દેશોમાં 55 કાર્યક્રમનું આયોજન પણ આ જ સંસ્થા દ્વારા થયું હતું તો ગોવામાં ‘મલ્હાર રીટ્રીટ’, રાનીખેતમાં ‘સ્પ્રિંગ રીટ્રીટ’ અને ભાવનગરના જ ભંડારીયાના ડુંગરોમાં ‘સ્કાય રીટ્રીટ’ સંગીત શિબિ નું આયોજન પણ આ ટ્રસ્ટ દ્વારા થયું હતું.
સલોની ગાંધીએ જણાવ્યું હતું કે, ભાવનગરના આંગણે આ ટ્રસ્ટ દ્વારા આ સંગીતોત્સવનું આયોજન થયું છે તેમાં માઇક્રોસાઈન, મધુ સિલિકા, તનિષ્ક, ઓજ ઇન્સ્ટિટયૂટ, તંબોલી ચેરીટેબલ ટ્રસ્ટ, સરોવર પોર્ટ્રીકો હોટેલ સહિતનાનો સહયોગ મળ્યો છે.

Tags: artbhavnagar
Previous Post

મોદી એમના દેશ માટે કઈં પણ કરી શકે છે – પુતિન

Next Post

ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ

aaspassdaily

aaspassdaily

Related News

મુખ્યમંત્રીએ ખાતમૂર્હત કર્યુ તે રોડનુ કામ દોઢ વર્ષે પણ અધ્ધરતાલ : મ્યુ. શાસકો એજન્સીના ઘૂંટણીયે.?!
ભાવનગર

ભાવનગર મનપાની સામાન્ય સભામાં ગ્રીનસિટી સંસ્થાના વૃક્ષારોપણની સકારાત્મક નોંધ લેવાઈ

July 30, 2026
સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન
ભાવનગર

સાઈકલથી સેમિકન્ડક્ટર સુધી: 1951માં ભાવનગરના મહારાજાએ સાઈકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું તે ગ્રુપની કંપની દ્વારા હવે સાણંદમાં સેમિકન્ડક્ટર ચીપનું ઉત્પાદન

July 30, 2026
ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ
ભાવનગર

ગુરુપૂર્ણિમાના દિવસે ભાવનગર વૃદ્ધાશ્રમના વડીલોનો નવા આધુનિક બિલ્ડિંગમાં મંગળ પ્રવેશ: હર્ષોલ્લાસનું વાતાવરણ

July 30, 2026
Next Post
ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ

ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ

વર્તમાન સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠક

વર્તમાન સરકારની આજે અંતિમ કેબિનેટ બેઠક

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.