કચ્છમાં શનિવાર સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. કહેવામાં આવી રહ્યુ છે કે કચ્છના ભચાઉમાં ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા હતા. ભૂકંપને કારણે જોકે, કોઇ રીતના નુકસાનના સમાચાર નથી.
ભચાઉમાં સવારના સમયે તમામ લોકો પોતાના ઘરમાં હતા, ત્યારે ધરતી હલવા લાગી હતી. લોકો ગભરાઇને ઘરની બહાર દોડવા લાગ્યા હતા. શરૂઆતની જાણકારી અનુસાર ભૂકંપનું કેન્દ્ર ભચાઉથી 19 કિલોમીટર દૂર હોવાનું કહેવામાં આવે છે.