ભાવનગરના ઘોઘારોડ, ફાતિમા કોન્વેન્ટ સ્કૂલ સામેના ખાચામાં આવેલ હીરાના કારખાનામાંથી જુગારધામ ઝડપી લઇ એલ.સી.બી. ટીમે ૮ શખ્સોની રૂ.૫૬ હજાર રોકડા સાથે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, ભાવનગરના ઘોઘારોડ, ફાંસીમાં કોન્વેન્ટ સ્કૂલ સામેના ખાંચામાં બહુચર જેમ્સ બિલ્ડીંગની સામે આવેલ બિલ્ડિંગમાં પહેલા માળે આવેલ હીરાના કારખાનામાં હરેશ દિલીપભાઈ સરવૈયા રહે. નારેશ્વર સોસાયટી, ઘોઘારોડવાળો બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક લાભ સારું નાળ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોય, એલ.સી.બી. ટીમે બાતમી વાળી જગ્યાએ આવેલ હીરાના કારખાનામાં દરોડો પાડી જુગાર રમતા હરેશ દિલીપભાઈ સરવૈયા, અફઝલ અબુભાઈ ગનિયાણી, ગોવિંદ ખાટાભાઈ ચુડાસમા, વિપુલ રૂપાભાઈ મકવાણા, દિનેશ જીવાભાઈ રાઠોડ, મનસુખ પરસોત્તમભાઈ સોલંકી,જીતુ ઝીણાભાઈ સોલંકી અને મહેશ કાંતિભાઈ ડાભીને ઝડપી લઇ રૂ.૫૬,૦૦૦ રોકડા કબજે કર્યા હતા.
એલ.સી.બી.એ જુગાર રમતા તમામ ઇસમો વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગારધરાની કલમ ૪ અને પ મુજબ ગુનો દાખલ કરાવ્યો હતો.