દેશમાં લાંબા સમયથી સ્થિર રહેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં રાહત મળી શકે છે. ખાસ કરીને ગુજરાત અને હિમાચલની ધારાસભા ચૂંટણીઓ પુર્વે તથા દેશમાં જે પેટાચૂંટણીઓ યોજાઈ રહી છે તેને જોતા હવે ગમે તે સમયે પેટ્રોલ-ડિઝલના ભાવમાં રૂા.2નો ઘટાડો થશે અને માનવામાં આવે છે કે કેન્દ્ર સરકાર એકસાઈઝ ઘટાડીને દેશભરના લોકોને રાહત આપશે.
હવે પેટ્રોલીયમ પેદાશોના ભાવ ઘટાડવા માટે ઓઈલ માર્કેટીંગ કંપનીઓ પાસે તક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડઓઈલના ભાવ ઘટયા છે અને ઓઈલ માર્કેટીંગ કંપનીઓની અન્ડર રીકવરી ઘટી છે અને લાંબા સમય સુધી હવે ક્રુડતેલના ભાવમાં ઘટાડો થશે તેવા સંકેત નથી. છેલ્લે 22 માર્ચના રોજ કેન્દ્ર સરકારે એકસાઈઝ ઘટાડતા પેટ્રોલમાં રૂા.8 અને ડિઝલમાં રૂા.6નો ભાવ ઘટાડો થયો હતા. જો કે બાદમાં થોડો ભાવ સુધારાથી પેટ્રોલ-ડિઝલના ભાવ વધ્યા હતા પણ મે માસ બાદ પેટ્રોલ-ડિઝલના ભાવ સ્થિર રહ્યા છે. ચૂંટણીના રાજયમાં ભાવ ઘટાડાયા છે તેવો સંદેશ ન જાય તો તે માટે કેન્દ્ર સરકાર જ એકસાઈઝ ઘટાડશે.





