ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે જ જંગ જાેવા મળી રહ્યો છે, ચૂંટણી જાહેર થયા પછી ઉમેદવાર પસંદ થવા સાથે જંગ વધુ જામશે જયારે હાલની સ્થિતિએ ભાવનગર પશ્ચિમની બેઠક પર ટ્ઠ વખતે ચૂંટણી જંગ વધુ રોચક બનશે તેમ જણાય છે, આ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીને જાહેર કરી પાનું ઉતરવાની શરૂઆત કરી છે. જાેકે, ભાજપ છેક સુધી પાના હાથમાં રાખી છેલ્લે ઉતરશે તેમ છતાં જીતુ વાઘાણીને ઉમેદવાર તરીકે જાેવામાં આવી રહ્યા છે જયારે કોંગ્રેસમાંથી કે.કે ગોહિલ પણ નિશ્ચિત મનાય રહ્યા છે. ઉપર મુજબ ત્રણેય ઉમેદવારો મેદાનમાં હશે તો ચૂંટણી જંગ રોચક બની રહેશે.!
ભાવનગર પશ્ચિમ બેઠક પર બે ટર્મથી જીતુ વાઘાણી જીતતા આવ્યા છે, ભાજપનો જુવાળ અને પ્રતિસ્પર્ધી ઉમેદવારની રાજકીય નબળાઈ પણ જીતુભાઈની જીત પાછળ મહત્વનું પરિબળ રહ્યું છે તો વ્યક્તિગત રીતે તેઓ ગાઢ સંપર્ક ધરાવવા સાથે લોકોની વચ્ચે રહેવા વાળા નેતા ગણાય છે, બહોળું વર્તુળ ધરાવતા જીતુભાઈ અડધી રાતનો હોંકારો મનાય છે. જીતુભાઈ પશ્ચિમ બેઠક માટે પ્રબળ અને સક્ષમ ઉમેદવાર મનાય છે પરંતુ પક્ષ અને સમાજમાં વિરોધીઓ વધ્યા છે, સાથે ચૂંટણીમાં મત મેળવવા પડકાર વધશે. જાે કોંગ્રેસમાંથી ક્ષત્રીય ઉમેદવાર ચૂંટણી લડે તો સમાજને પ્રતિનિધિત્વની માંગ પૂરી કરનાર કોંગ્રેસ તરફ ક્ષત્રીય સમાજનો ઝોક વધે, આ સંજાેગોમાં ભાજપના ક્ષત્રીય મતદારોને જાળવી રાખવા પડકારનો સામનો કરવો પડે. કોંગ્રેસના સંભવીત ઉમેદવાર કે.કે ગોહિલ સહકારી અગ્રણી છે, ઉદ્યોગપતિ અને કોંગ્રેસના પીઢ નેતા હોવા સાથે ક્ષત્રીય સમાજમાં પકડ ધરાવે છે.
આમ આદમી પાર્ટી હજુ જાેઈએ એટલું વર્ચસ્વ ઉભું કરી શકી નથી, તેના ઉમેદવાર રાજુ સોલંકી કોળી સમાજના હોવાથી જ્ઞાતિવાદ સમીકરણ ભાજપના મતોને નુકશાન કરી શકે તેમ હાલ ગણિત છે. આમ, આમ આદમી પાર્ટી મત કેટલા લઈ જાય છે એ કરતા કોને ફાયદો અને કોને નુકશાન કરશે તે રસપ્રદ રહેશે. જાેકે, હજુ ઉમેદવારો ફાઈનલ થયા નથી. ઉપરાંત ચૂંટણીના છેલ્લા દિવસોનો માહોલ શું રહે છે ? તે પણ મહત્વનું બની રહેશે.
પશ્ચિમ બેઠકમાં કાળીયાબીડ અને નારી, વરતેજ જેવા વિસ્તારો પણ આવે છે. આ બેઠકમાં મુખ્યત્વે ક્ષત્રીય, પાટીદાર અને કોળી મતદારો પ્રભુત્વ ધરાવે છે. કુલ ૨,૬૧,૨૨૦ મતદારો છે. ત્યારે પશ્ચિમ બેઠક પર જ્ઞાતિવાદ સમીકરણો ચૂંટણીમાં મુખ્ય ભાગ ભજવશે. !
કોળી મતદારોને રીઝવવા ભાજપ પાસે પરષોત્તમ સોલંકી નામનું બ્રહ્માસ્ત્ર
ભાવનગર પશ્ચિમની બેઠક પર ભાજપના ઉમેદવારને જીતાડવા કોળી સમાજના મતો પણ નિર્ણાયક છે ત્યારે આમ આદમી પાર્ટીએ કોળી ઉમેદવાર રાજુ સોલંકીને ટિકિટ આપતા ભાજપે કોળી મત મેળવવા પરસોતમભાઈ સોલંકી અથવા હીરાલાલને જવાબદારી સોંપવી પડશે તેમ રાજકીય ગણિત છે, ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં બંને સોલંકી બંધુની જહેમત આ બેઠક જીતવા કામ લાગી હતી, આ વખતે કોળી સમાજે કોળી સામે કોળી ઉમેદવાર નહિ લડવા નક્કી કર્યું છે પરંતુ પ્રત્યક્ષ રીતે નહિ તો પરોક્ષ રીતે પણ કોળી ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં સામ સામે જંગે ચડવું પડશે.!