મહુવામાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘરમાં રાખેલ સોના-ચાંદીના ઘરેણાં,રોકડ રકમ મળી કુલ રૂ.દોઢ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે.
મહુવામાં આવેલ શ્રીનાથજી બંગલો,પ્લોટ નં.૨૩ માં રહેતા મૂળ રાજુલાના ખેરા ગામના વતની અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરનો વ્યવસાય કરતા ભુપતભાઇ ગટુભાઈ શિયાળ તેમના પત્ની હિરલબેન સાથે દિવાળીના તહેવારોમાં મુંબઇ ફરવા માટે ગયા હતા તે દરમિયાન તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી,ઘરમાં પ્રવેશ કરી રૂમના કબાટમાંથી સોના-ચાંદીના ઘરેણાં,રોકડ રકમ મળી કુલ રૂ.૧.૫૨ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.મુંબઈથી આજે વહેલી સવારે ઘરે પરત આવતા ઘરમાં ચોરી થયાની જાણ થતાં ભુપતભાઇ શિયાળે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે તપાસ હાથ ધરી છે.