ગુજરાત વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષોની ગતિવિધીઓ તેજ થઈ છે ત્યારે ત્રણય પક્ષો રાજકીય દંગલ ખેલી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણય પાર્ટીઓએ કમર કસી રહ્યાં છે. રાજકીય પક્ષોની ગતિવિધી તેજ થઈ છે અને ચૂંટણી જીતવી તમામ પ્રયાસો પણ હાથ ધરી દીધા છે. બેઠકોથી લઈ જનસભાઓની ધમધમાટની ધૂંણી પણ ધપાવી રહ્યાં છે. આ બધાની વચ્ચે રાધનપુરમાં કોંગ્રેસની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરતસિંહ સોલંકીએ નિવેદન સામે આવ્યું છે. જે સભાના મંચ પરથી આમ આદમી પાર્ટી સાથે મિત્રતાનો હાથ લંબાવ્યો છે.
આમ આદમી પાર્ટી અમને ટેકો આપે તો અમે ટેકો લેવા તૈયાર તેમ કોંગ્રેસની રાધનપુર ખાતે પહોંચેલી પરિવર્તન યાત્રામાં ભરત સોલંકીએ જણાવ્યું છે. રાધનપુરમાં કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ થઈ છે જ્યાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહની અધ્યક્ષતામાં સભાનું યોજાઈ હતી. રાધનપુર સભામાં અલ્પેશ ઠાકોરના ગઢમાં ગાબડું પડ્યું છે. ઠાકોર સેનાનાં કાર્યકરો અને હોદ્દેદારોએ અલ્પેશથી છેડો ફાડી ભાજપમાં જોડાયા છે. ભાજપના કાર્યકરો અને અલ્પેશ ઠાકોર જૂથ લોકો અલ્પેશથી છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા છે.