ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અધિકારી અને ડેપો મેનેજર સહિતનાની બદલીનો ગંજીપો ચીંપાયો હતો જેમાં ભાવનગરના ડીસી સહિત ૧૦ જેટલા અધિકારીઓની બદલીઓ થવા પામી છે.
ભાવનગર એસ.ટી.ના ડિવીઝનના ડિવીઝન કંટ્રોલર તરીકે ફરજ બજાવતા એમ.ડી. શુક્લને અમદાવાદ એમ.ઇ.ઓ. સેન્ટ્રલમાં મુકાયા હતાં. જ્યારે બરોડા ડીસી એસ.પી. માત્રોજાને ભાવનગર ડીસી તરીકે મુકાયા હતાં. જ્યારે એકાઉન્ટ ઓફીસર એ.કે. લેવાને સુરત એકાઉન્ટમાં અને સેન્ટ્રલ ઓફીસથી એન.કે. પટેલને ભાવનગર મુકાયા હતાં. આ ઉપરાંત ડી.એમ.ઇ. ભાવનગર એચ.સી. રાવળને ડે.સુપ્રિ. મધ્યસ્થ યંત્રાલય નરોડા, બોટાદ ડેપો મેનેજર એમ.એમ. ત્રિવેદીને હિંમતનગર ડે.મેનેજર તરીકે, ધોળકાડે.મે. ડી.આર. મોરીને પાલિતાણા ડે.મે. તરીકે, મહુવાડે.મે. પ્રજ્ઞાબેન વ્યાસને તળાજા ડે.મે. તરીકે, ગઢડા ડે.મે. પી.એમ. પટેલને એ.ડબલ્યુ.એસ. વલસાડ, બીલીમોરાના ડે.મે. એમ.કે. રાઠોડને ગઢડા ડે.મે. તરીકે તો પાલિતાણા ડે.મે. એન.પી. ગૌસ્વામીને નખત્રાણા ડેપો મેનેજર તરીકે બદલી થવા પામી છે.