તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. ત્યારે હવે ગુજરાતમાં આચારસંહિતા તો લાગુ થઇ ગઇ છે. હવેથી રાજ્યમાં વિવિધ પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. આથી નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં હવે રાહુલ ગાંધી પણ ગુજરાતમાં પ્રચાર માટે આવી શકે છે.
કોંગ્રેસ પાર્ટી માટે પ્રચાર કરવા માટે વાયનાડના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતમાં ચારથી છ જનસભા કરે તેવી શક્યતા છે. નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. ગુજરાતમાં 4થી 6 જાહેરસભાને રાહુલ ગાંધી સંબોધી શકે છે. હાલમાં રાહુલ ગાંધી દક્ષિણ ભારતમાં ‘ભારત જોડો યાત્રા’માં સામેલ છે. રાહુલ ગાંધી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને આદિવાસી વિસ્તારોમાં જાહેરસભા યોજી શકે છે.





