Thursday, September 18, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

‘ઠગ્સ ઓફ પોલિટિક્સ’, ટિકિટના નામે કોંગી નેતાઓ સાથે છેતરપિંડીનો પ્રયાસ

રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઇ.

aaspassdaily by aaspassdaily
2022-11-04 11:19:25
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો સક્રિય થયા છે. વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટ્સએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ જોઇતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી આચર્યાનો પ્રયાસ કરાયો.
પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.
વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

રાવપુરાથી કોંગ્રેસમાંથી લડવું છે?
ફરિયાદમાં જણાવવામાં આવ્યા અનુસાર વડોદરાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવને એક અજાણ્યા નંબરથી વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, Good evening, this side Kanisha singh, PA to Sh. Rahul Gandhiji. please call me. ત્યારે અચાનક આવો મેસેજ વાંચી ચંદ્રકાંત શ્રીવાસ્તવએ તે નંબર પર વોટ્સએપ કોલ કર્યો હતો. જેમાં સામેવાળાએ કોલ રિસીવ કરતાં કહ્યું કે, વર્ષ 2017માં વિધાનસભામાં તમારું પરફોર્મન્સ સારુ હતું. ત્યારે આ વખતે તમારે રાવપુરા વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાનું છે? જો કે તે સમયે ચંદ્રકાંત શ્રીવાસ્તવે વિચારીને બીજા દિવસે જવાબ આપીશું તેમ કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો હતો


કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

Tags: call for congress ticketFirvadodara
Previous Post

પ્રદુષણ વધતા દિલ્હીમાં સ્કૂલો બંધ

Next Post

ભાજપના ઉમેદવારોની જાહેરાત દિલ્હીથી

aaspassdaily

aaspassdaily

Related News

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન
તાજા સમાચાર

ગાંધીનગરમાં 700થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન

September 18, 2025
ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પનો મોટો નિર્ણય, ANTIFA ને મુખ્ય આતંકી સંગઠન જાહેર કર્યું,

September 18, 2025
રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી
તાજા સમાચાર

રાહુલ ગાંધીના ‘વોટ ચોરી’ના આક્ષેપો વચ્ચે કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય સામે વોટ ચોરી કેસ: હાઇકોર્ટે જીત રદ કરી

September 18, 2025
Next Post
ભાજપના ઉમેદવારોની જાહેરાત દિલ્હીથી

ભાજપના ઉમેદવારોની જાહેરાત દિલ્હીથી

મોરબી હોનારત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ

મોરબી હોનારત મામલે નગરપાલિકાના ચીફ ઓફિસર સસ્પેન્ડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.