ભાવનગરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા વેપારીએ ખંડણીખોરના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેને ગંભીર હલતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.ઝેરી દવા પીતા પહેલા તેણે લખેલી ચિઠ્ઠી પણ મળી આવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના શિશુવિહાર વિસ્તારમાં રહેતા નઇમભાઈ રઝાકભાઈ લાખાણી પાસે અમરમિયાં અને રિયાજમીયા છેલ્લા એક મહિનાથી ખંડણી માંગી પરેશાન કરતા હોય તેઓ મુંબઈ ચાલ્યા ગયા હતા.આ બન્ને શખ્સોએ તેના ઘરે જઈને ઘરના સભ્યોને ધમકાવી પરત ભાવનગર આવવા દબાણ કરતા તેઓ ભાવનગર પરત આવી ગયા હતા અને નાઇમભાઈને એક ફ્લેટમાં લઈ જઈ મારમારી,બંધુક બતાવી તેના દીકરાને ઉઠાવી જવાની ધમકી આપી હતી અને રૂ.બે કરોડની ખંડણી માંગી હતી.
આ બન્ને શખ્સોના ત્રાસથી વ્યથિત નાઇમભાઈએ ચિઠ્ઠી લખીને ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સર ટી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.નાઇમભાઈએ લાગેલી ચિઠ્ઠીમાં આ બન્ને ખંડણીખોરના ત્રાસનું વર્ણન કરી પોતે આત્મહત્યા કરતા હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે પોલીસે હાલ જાણવાજાેગ નોંધ કરીને તપાસ હાથ ધરી છે.