વલસાડના કાર્યક્રમ બાદ PM મોદી ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે સમૂહલગ્નના કાર્યક્રમમાં પણ હાજરી આપી કાર્યક્રમને દિપાવ્યો હતો. આ અવસરે મોટી સંખ્યમાં આગેવાનો ઉમટી પડ્યા હતા. આ રૂડા અવસરે pm મોદીએ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા.
જેમાં તેમણે જણાવ્યું હતુ કે,આ અવસરનું મને 6 મહિના પહેલાથી આગોતરું નિમંત્રણ હતું, પહેલા ચડસા ચડસીમાં પોતાની જ્ઞાતિમાં આબરૂ દેખાય રુઆબ દેખાય તેથી દેવું કરીને લગ્નો કરાવવાની હોડ હતી, પરંતુ ધીરે-ધીરે સમાજમાં જાગૃતતા આવી છે અને હવે લોકો સમૂહલગ્ન તરફ વળ્યા છે. હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કુંવરબાઇનું મામેરૂ યોજના અમલમાં મુકાવી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. વધુમાં સમાજની શક્તિ અપરંપાર છે આથી ઉપસ્થિતોને જણાવ્યું હતું કે તમે પણ સંકલ્પ કરો કે કોઈ દીકરી અભણ નહિ રહે. આ ઉપરાંત ‘552 દીકરીઓને શીખ આપતા જણાવ્યું ઘરે જઈ કોઈ સંબંધી જમણવારનું કહે તો ન કરતાં આ ખોટા ખર્ચ બંધ કરી તે રૂપિયા દીકરા-દીકરીના ભવિષ્યમાં કામ આવે તે માટે સાચવજો.
ભાવનગરમાં ‘પાપાની પરી’ સમૂહ લગ્નનું જવાહર મેદાનમાં આયોજન કરાયું છે. જેમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી 552 દીકરીઑના લગ્ન યોજાશે.જેનું ઉદ્યોગપતિ સુરેશ લાખાણી દ્વારા આયોજન કરાયું છે.