કર્ણાટક હાઈકોર્ટે ભારત જોડો યાત્રાના ટ્વિટર હેન્ડલને બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે. કોંગ્રેસને બેંગલુરુ કોર્ટે ઝટકો આપ્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં કોંગ્રેસ અને તેની ભારત જોડો યાત્રાના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા આદેશ આપ્યો હતો. સમગ્ર કેસ એમ છે કે, કોંગ્રેસ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. KGFના ડાયરેક્ટરે આરોપ લગાવ્યો હતો કે, કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોની કોપી કરવામાં આવી છે. જે બાબતે કર્ણાટક હાઈકોર્ટે ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવા આદેશ આપ્યો હતો. જે બાબતે હવે કાર્ટે બ્લોક કરવાના આદેશને રદ કર્યો છે
KGFના ડાયરેક્ટરે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રા માટે તૈયાર કરવામાં આવેલા માર્કેટિંગ વીડિયોમાં તેમની ફિલ્મના ગીતોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોર્ટે એવું માની આદેશ આપ્યો છે હતો કે, અરજદારે સીડી દ્વારા સાબિત કર્યું હતું કે તેના મૂળ ગીતમાં કેટલાક નાના ફેરફારો સાથે ઉપયોગ કરવામાં આવ્યો છે. કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, આ પ્રકારના માર્કેટિંગ વીડિયો અયોગ્ય છે. આ કારણોસર આદેશમાં કોંગ્રેસ અને ભારત જોડો બંનેના ટ્વિટર એકાઉન્ટ પરથી વિડીયો હટાવવા જણાવ્યું હતું. સાથે જ બંનેના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.