ઉનાળામાં સમગ્ર ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન ધરાવતા શહેરોમાં આપણા ભાવનગરનું નામ આવે છે. તેનું એક કારણ એ પણ હોય શકે છે કે આપણા શહેરમાં મોટા અને ઘટાદાર વૃક્ષોનું પ્રમાણમાં ઘણું વધારે છે. આંખોને ટાઢક આપતી આ હરિયાળી તસ્વીર આપણને ગૌરવ અપાવે તેવી છે. જેટલાં વૃક્ષો વધારે હશે તેટલી ગરમી ઓછી લાગશે, છાંયડૉ રહેશે, માટી ધોવાતી અટકશે. અને વરસાદ પણ પ્રમાણમાં સારો પડશે. શહેરની એક ઊંચી ઇમારત પરથી લેવાયેલી આ તસ્વીરમાં દૂર દૂર સુધી બસ હરિયાળી જ હરિયાળી જોવાં મળે છે. એક સૂત્ર ખુબ જ સુંદર છે વૃક્ષો વાવો, હરિયાળી લાવો. (ફોટો :- જતીન ડી. ઘેલાણી, ભાવનગર)