આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે પડકાર વધ્યો હોય તેમ સરળતાથી જીતી શકે તેવા ચેહરાની ઉમેદવાર તરીકે પસંદગી થઈ રહી છે, ભાવનગર જિલ્લામાં તળાજાની બેઠક પર ભાજપે ગત વખતે હારેલા ઉમેદવાર ગૌતમ ચૌહાણને ટિકિટ આપી આશ્ચર્ય સર્જ્યું છે. આ બેઠક પરથી ભાજપ બ્રહ્મ સમાજ અથવા ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપશે તેવી સંભાવનાઓ જોવાઈ રહી હતી તેના બદલે ગૌતમ ચૌહાણને ટિકિટ આપી ભાજપે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં લઇ પોતાની જીત આસાન કરી લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.! જોકે કોંગ્રેસે હજુ પત્તું ઉતરવાનું બાકી રાખ્યું છે પરંતુ મોટાભાગે વર્તમાન ધારાસભ્ય ઉમેદવાર તરીકે રીપીટ થાય તેવી શક્યતા છે.