આજે વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ઇલેક્શનના પ્રથમ તબક્કાની ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો 12 અને 13 શનિ-રવિની રજાઓ હોવાથી તેઓની માટે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. જેથી તમામ રાજકીય પક્ષોના ઉમેદવારોમાં ફોર્મ ભરવા માટેની હોડ લાગી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે છે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે છે. બીજા તબક્કા માટે નામાંકન દાખલ કરવાની તારીખ 17 નવેમ્બર છે. તો બીજા તબક્કા માટે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર છે. પહેલા તબક્કામાં 19 જિલ્લામાં કુલ 89 બેઠકો પર મતદાન થશે. આ સાથે બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 બેઠકો પર મતદાન થશે.