મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં સોમવારના રોજ એક મોટી દુર્ધટના બની છે. મળતી માહિતી ગુનામાં ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા દસ લોકોના મોત થયા છે. જેને લઈને પુરા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હાલ એવી પણ માહિતી મળી રહી છે કે મોતનો આંકડો વધી શકે છે. હાલ પોલીસે આ મામલે કેસ નોંધીને આગળની કાર્યવાહી શરુ કરી છે. આ ઘટના સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. હાલ ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના ત્યારે બની જયારે બસ ઇન્દોરથી ઝાંસી જઈ રહી હતી.