
ભાવનગર પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર સેજલબેન પંડ્યા અને અને પશ્ચિમ બેઠકના ઉમેદવાર જીતુભાઈ વાઘાણીએ નિલમબાગ ખાતે રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહ ગોહિલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી. કદાચિત ચૂંટણીમાં આ વખતે પ્રથમ વખત જ આ ઉપક્રમ જોવા મળ્યો છે, રાજકીય પંડિતો આ શુભેચ્છા મુલાકાતને સૂચક ગણાવી રહ્યા છે!