ગુજરાત ચુંટણીને લઇને ઉમેદવારોનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. મતદારોને રીઝવવા ઉમેવારો દિવસ રાત એક કરીને મહેનતે લાગ્યા છે. ભાજપે તો સ્ટારપ્રચારકોની આખે આખે ફોજ ઉતારી છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારકોમાં વધુ એક નામ ઉમેરાયુ હોય તેવુ લાગે છે.ગુજરાતમાં ગુંજતું નામ કમો હવે ચુંટણી પ્રચારમાં ઉતાર્યો છે. કમો હવે ચૂંટણી ટાણે ઉમેદવારનો પ્રચાર કરી રહ્યો છે.
ભાવનગર પશ્ચિમના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણીના સમર્થનમાં કમો પ્રચાર કરતો જોવા મળ્યો હતો. ભાવનગર પશ્ચિમના વિવિધ વિસ્તારમાં કમો ખુલ્લી કારમાં ઉભો રહીને ભાજપના ઝંડા સાથે પ્રચાર કરતો જોવા મળ્યો હતો. કમાને જોવા માટે તેની આસપાસ મોટી સંખ્યામાં ભીડ જામી હતી. કમો રસિયો રૂપાળો રંગ રેલીયો ઘેર જાવુ ગમતુ નથી.ગીત પર ડાન્સ કરીને ફેમસ થયો અને હવે સ્ટાર પ્રચારક બની ગયો છે. નસીબ ક્યારે કોના સિતારા ચમકાવી દે તે કહેવુ મુશ્કેલ છે પણ હાલ કમાના સિતારા ફુલ જોરથી ચમકી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.