ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સર્વોત્તમ ડેરી દર વર્ષની માફક આ વર્ષે પણ તા. ૧૪.૧૧ થી ૨૧.૧૧ સુધી સહકાર સપ્તાહ અંતર્ગત પશુપાલક મહિલા સશક્તિકરણ સપ્તાહ અને દાણ ફેક્ટરી દર્શન મહિલા સભાસદો તથા દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની વિશાળ હાજરીમાં તેમજ છેલ્લા દિવસે સંઘના દૂધ ખરીદ દિવસની ઉજવણી સર્વોત્તમ પરિવારની હાજરીમાં સર્વોત્તમ દાણ ફેકટરીના યોજવામાં આવ્યો.


આ ઉજવણી અંતર્ગત સર્વોત્તમ ડેરી સાથે સંયોજિત ભાવનગર જિલ્લાની અલગ અલગ દૂધ મંડળીઓમાંથી દરરોજ ૧૨૦૦થી ૧૩૫૦ જેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં સામેલ થતી હતી. જે અંતર્ગત સાત દિવસ દરમ્યાન અંદાજે ૯૦૦૦ બહેનોએ આ શિબિરમાં ભાગ લીધેલ. સહકાર સપ્તાહ અંતર્ગત સર્વોત્તમ ડેરીના આ અભૂતપૂર્વ કાર્યક્રમ દ્વારા સર્વોત્તમ ડેરીના અધિકારીગણ, તજજ્ઞો, ડાયરેક્ટરો, ડોકટરો, સિનિયર મેનેજર વાય.એચ.જોષી તથા સંઘના સ્થાપક અને મેનેજિંગ ડીરેક્ટર એચ.આર. જોષી અને સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત દ્વારા અલગ અલગ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજના સમયમાં પશુપાલન કેમ કરવું અને મૂલ્યવૃધ્ધિ પશુપાલન, પશુપાલનના ધંધામાં નફો વધારે કઈ રીતે મળે. આધુનિક પશુપાલન થકી સારી ઓલાદના ઢોર વસાવવા, સુધારેલ બિયારણો થકી ઢોરને સારો અને સસ્તો ઘાસચારો ઉપલબ્ધિ, કૃત્રિમ બીજદાન થકી પશુપાલનમાં થતા ફાયદા, બજારુ ભેળસેળ યુક્ત દાણ કરતા સસ્તું અને સંપૂર્ણ પોષકતત્વોથી ભરપુર એવા સર્વોત્તમ દાણ, ઓછા પશુએ વધારે નફો, મહિલા સશક્તિકરણ, પશુઓને રોગ સબંધી માહિતી વિષે સવિસ્તાર માહિતી વિગેરે વિષયો પર ઊંડાણપૂર્વક દૂધ ઉત્પાદક મહિલાઓને માહિતી આપવામાં આવી.
દરરોજ જિલ્લામાંથી દૂધના પ્રમાણમાં સર્વોત્તમ દાણ વેચનાર પ્રથમ, દ્રિતીય અને તૃતીય નંબર મેળવેલ દૂધ મંડળીઓના કાર્યવાહકોના સન્માન કરવામાં આવ્યા. સંઘના ૧૯માં દૂધ ખરીદ દિવસની ઉજવણીમાં સર્વોત્તમ પરિવાર દ્વારા ધામધૂમથી કરવામાં આવી. આ પુર્ણાહુતી નિમિત્તે વર્ષભર થયેલ ૨મતોત્સવના વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. આ સંઘના પાયાના પત્થર એવા મેનેજિંગ ડીરેકટર એચ.આર.જોષીના મહાસંઘર્ષ થકી આ સંઘની સ્થાપના થયેલ છે. જેને યાદ કરી બિરદાવી સરાહના કરેલ.