ભાવનગરની પશ્ચિમ બેઠક પર વિધાનસભા ચૂંટણી પ્રચારમાં અસલ કાઠિયાવાડી રંગ જોવા મળશે. રંગ કસુંબલ ડાયરો એ કાઠિયાવાડની પરંપરા રહી છે, ત્યારે ભાવનગરમાં આજે ચૂંટણી સભામાં ડાયરો પણ થશે.! સાંજે વડાપ્રધાન મોદી જાહેરસભા કરે તે પૂર્વે ચિત્રામા લોકડાયરાના પ્રસિદ્ધ કલાકારો કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને સાંઈરામ દવે લોકડાયરો ગજવશે.
કમા અને કિર્તીદાન પૈકી કમો બે દિવસ પૂર્વે જીતુભાઈ વાઘાણીના પ્રચારમાં આવી ગયો અને કિર્તીદાન આજે આવી રહ્યા છે. આમ, કમો આવી ગયો અને આજે કિર્તીદાન આવશે. શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામે સ્વામિનારાયણ મંદિર પાસેના મેદાનમાં આજે તા. 23ને બુધવારે સાંજે 5.30 કલાકથી સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન થયું છે જેમાં ત્રણેય ખ્યાતનામ કલાકારો લોકોનું મનોરંજન કરશે.