મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા તારીખ 21 ને સોમવારથી પીજીયુજી સહિત શહેર અને જિલ્લાના મળીને કુલ 27 પરીક્ષા કેન્દ્રો ઉપર પાંચમા તબક્કાની પરીક્ષાનો પ્રારંભ થયો છે જેમાં પ્રથમ દિવસે એક કોપી કેશ બાદ ગુરૂવાર સુધીમાં ચાર દિવસમાં કુલ ૧૪ કોપી કેસ નોંધાયા છે યુનિવર્સિટી ની પરીક્ષા બોર્ડ દ્વારા સગન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ કેન્દ્ર પર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા ચાલી રહી છે
ભાવનગર યુનિવર્સિટી દ્વારા સોમવારથી શરૂ થયેલી વિવિધ પરીક્ષાઓમાં યુ.જી. સેમ-૧, પી.જી.સેમ-૧ અને ૩, બી.એડ્ સેમ.૧, બી.એડ્ (એચ.આઇ) સેમ.૧, એલ.એલ.બી. સેમ-૧ની રેગ્યુલર પરીક્ષાઓ ભાવનગર શહેર ખાતે 11 સેન્ટરો અને બહારગામના 16 સેન્ટરો પર ત્રણ સેશનમાં લેવાઈ રહી છે આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને ચોરીના બનાવો અટકે તે માટે ગગન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે છતાં પરીક્ષામાં ચોરી ને ડામવા સ્કવોડ બનાવવામાં આવી છે જેના ચેકિંગ દરમિયાન પરીક્ષામાં કોપી કરતા કુલ ૧૪ છાત્રોને સ્કવોડ દ્વારા ચાર દિવસમાં ઝડપી લેવામાં આવ્યા છે કોપી કેસ કરતાં ઝડપાયેલા છાત્રોની આગામી દિવસોમાં સુનાવણી કરવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.