ટ્વિટર બ્લુ સર્વિસ 2 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે, ઇલોન મસ્કે તેની જાહેરાત કરી છે. ટ્વિટરે હવે ટ્વિટર બ્લુ ટિક સર્વિસ પેઈડ કરી દીધી છે, આ માટે હવે યુઝર્સે પૈસા ચૂકવવા પડશે, આ સર્વિસ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેના વધી રહેલા દુરુપયોગને કારણે તેને બંધ કરી દેવામાં આવ્યું, સાથે જ હવે ટ્વિટર ચેક માર્ક એક કરતા વધુ રંગોમાં જોવા મળશે,
બ્લુ ટિક પેઈડ સર્વિસ 2 ડિસેમ્બરથી ફરી શરૂ થવા જઈ રહી છે, આ વખતે ટ્વિટર ચેક માર્ક ત્રણ અલગ-અલગ રંગોમાં અલગ-અલગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આપવામાં આવશે. હવે કંપની માટે ટ્વિટર ચેક માર્કનો રંગ સોનેરી, સરકાર માટે ગ્રે અને સામાન્ય માણસ માટે વાદળી હશે. ટ્વિટર બ્લુ ટિક પેઈડ કરવાની જાહેરાત કરી હતી અને બાદમાં તેનો અમલ પણ કર્યો હતો, જે થોડા સમયમાં કેટલીક ખામીઓને કારણે મોકૂફ રાખવો પડ્યો હતો. યુએસ અને અન્ય દેશોમાં બ્લુ ટિક માટે $8 નો સબ્સ્ક્રિપ્શન ચાર્જ લેવામાં આવશે અને ભારતમાં આ સેવા માટે રૂ. 720 લેવામાં આવશે.
ટૂંક સમયમાં ટ્વિટર પોલિસીનું ઉલ્લંઘન કરનારા લોકો માટે વર્ચ્યુઅલ જેલ સજાની સુવિધા શરૂ કરી શકે છે. વર્ચ્યુઅલ જેલમાં યુઝરના પ્રોફાઈલ પીકની ઉપર જેલનો લોગો બનાવવામાં આવશે અને યુઝરની તમામ સેવાઓ બંધ કરી દેવામાં આવશે પરંતુ એકાઉન્ટને જેલમાંથી ક્યારે મુક્ત કરવામાં આવશે તેની માહિતી પણ આપવામાં આવશે.
હાલમાં જ ટ્વિટર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એકાઉન્ટને રિસ્ટોર કરવાને લઈને ચર્ચામાં હતું. કંપનીના નવા સીઈઓ એલોન મસ્કે તેમનું એકાઉન્ટ પુનઃસ્થાપિત કરતા પહેલા એક મતદાન કર્યું હતું. આ પોલમાં 15 મિલિયનથી વધુ લોકોએ વોટ કર્યો, જેમાંથી 51.8 ટકા લોકોએ ટ્રમ્પના એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાનું સમર્થન કર્યું. તે જ સમયે, 48.2 ટકા લોકોએ એકાઉન્ટને ફરીથી શરૂ ન કરવાના પક્ષમાં મતદાન કર્યું. બાદમાં ટ્રમ્પનું ખાતું પુનઃસ્થાપિત કરવામાં આવ્યું હતું.