Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સવારના 10 વાગ્યા સુધીમાં 13% મતદાન : 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી મત આપ્યો

aaspassdaily by aaspassdaily
2022-12-05 11:32:50
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપમાં મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વોટ આપવા પહોંચ્યા ત્યારે બુથની બહાર હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાઇનમાં ઊભા રહી મત આપ્યો હતો. આ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું.

આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠકો પર સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના 14 જિલ્લાના 26 હજાર 409 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં 8,533 શહેરી મતદાન મથકો અને 17 હજાર 876 ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે 14 જિલ્લાના 2 કરોડ 51 લાખ 58 હજાર 730 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, 8 મંત્રી અને 60 સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારો સહિત કુલ 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી 8મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
આજે અનેક નેતાઓએ ભારે ઉત્સાહ સાથે મતદાન કર્યું હતુ. જેમાં કોઈ નેતાએ પોતાની 102 વર્ષના માતાના ચરણ સ્પર્શ કરી જીતની આશા સાથે મતદાન કર્યું તો કોઈ નેતા ઢોલનગારા સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી.
સંખેડા વિધાનસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ધીરૂ ભીલે મતદાન કર્યું છે. આજે સવારે ધીરુભાઈ ભીલ 102 વર્ષનાં માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આ દરમ્યાન ધીરુભાઈ ભીલે જણાવ્યું હતું કે, સંખેડા સહિત સમગ્ર ગુજરાતમાં પરિવર્તન આવશે. મહત્વનું છે કે, ધીરુભાઈ ભીલે પોતાના ગામ કેસપુરામાં મતદાન કર્યું હતું. આ તરફ આજે આણંદ સાંસદ મિતેષ પટેલે મતદાન કર્યું છે. આજે સવારે તેઓ ઢોલ નગારા સાથે સહ પરિવાર મતદાન મથક પહોંચ્યા હતા . જ્યાં વાસદની સરદાર પટેલ વિનય મંદિર શાળામાં મતદાન કર્યું હતું. આ સાથે લોકશાહીના પર્વમાં જંગી મતદાન કરવા અપીલ પણ કરી હતી.
આણંદમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું હતું. આજે સવારે દેદરડા ગામના સ્થાનિકો સાથે રહી મતદાન કર્યું. આ દરમ્યાન ગામ લોકો દ્વારા ફૂલહાર પહેરાવીને ભરતસિંહનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ભરતસિંહ સોલંકીએ વધુને વધુ મતદાન કરવા માટે કરી અપીલ કરી છે.

Tags: 2nd phase & modi votinggujarat
Previous Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમલમમાં બેસી વધુને વધુ મતદાન માટે ચિંતા કરી

Next Post

‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસના વધુ એક નેતાનું હાર્ટ એટેકથી મોત

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
‘ભારત જોડો યાત્રા’માં કોંગ્રેસના વધુ એક નેતાનું હાર્ટ એટેકથી મોત

'ભારત જોડો યાત્રા'માં કોંગ્રેસના વધુ એક નેતાનું હાર્ટ એટેકથી મોત

ગુમ થયેલા કાંતિ ખરાડીએ જંગલમાં દોડીને જીવ બચાવ્યો હોવાનો દાવો

ગુમ થયેલા કાંતિ ખરાડીએ જંગલમાં દોડીને જીવ બચાવ્યો હોવાનો દાવો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.