ભાવનગરમાં પૂ.મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થયો છે. સ્વ.નાનાલાલ ભવાનભાઈ પટેલ (વાનાણી) ટ્રસ્ટ – જયંતભાઇ વાનાણી (બુધાભાઈ પટેલ) પરિવાર દ્વારા આયોજિત આ કથામાં ભાવિકો બાપુના મુખે રામકથાની જ્ઞાનગંગા સાંભળવા ઉમટી રહ્યા છે.
સોમવારે સવારે કથા પ્રારંભે મોરારીબાપુએ જાણીતા ઉદ્યોગપતિ લીલા ગૃપના ચેરમેન કોમલકાંત શર્માનું સન્માન કર્યું હતું. અગ્રણી ઉદ્યોગગૃહના સંચાલન ઉપરાંત સામાજિક અને ધર્મકાર્ય માટે સદા અગ્રેસર અને ભાવનગરના અગ્રણી ઉદ્યોગગૃહના સંચાલક કોમલકાંત શર્માને બાપુએ તેમની સામાજિક નિસ્બત, ધાર્મિક ભાવના અને માનવીય સંવેદનાને પણ બિરદાવી બહુમાન કરી આશિર્વાદ આપ્યા હતાં.