શંખેશ્વર જેવું જ શંખેશ્વર ૫૨ જિનાલય અને તેમાં શંખેશ્વર પરમાત્મા જેવા જ આબેહુબ અદલોદલ શંખેશ્વર પાર્શ્વનાથ દાદા નિર્માણ થઈ ચૂક્યા છે જેની પાવન પ્રતિષ્ઠા અંજન શલાકા ઇત્યાદી અનેકાનેક મહોત્સવ સાથે આયોજિત છે.
આ નિમિત્તે શંખેશ્વર જેવું જ શંખેશ્વર હોવાના કારણે અને શંખેશ્વર દાદાની આ એક પ્રકારની અપૂર્વ ભક્તિ હોવાના કારણે શંખેશ્વર તીર્થમાં અનેક પ્રકારની આરાધનાઓ અને સાધનાઓ સાથે છરી પાલિત સંઘ લઈને પાલીતાણા શત્રુંજય પહોંચવાનું એક અનમોલ આયોજન કરવામાં આવ્યું છે.
આ છરી પાલિત સંઘમાં ૩૫૦ થી વધુ યાત્રિકો ૧૦૮ થી વધુ આચાર્ય ભગવાન આદિ ગુરુ ભગવાન તો છરીનું પાલન કરતાં કરતાં તારીખ ૫/ ૧૨/ ૨૨ ના સૌરાષ્ટ્રના ગૌરવ સમાન અને બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય દેવ જીનચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા અને પરમ પૂજ્ય આચાર્ય દેવ હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજાની પાવન પ્રેરણાથી નિર્માણ પામેલ અયોધ્યાપુરમ તીર્થમાં પહોંચશે ત્યાંથી બીજા પણ યાત્રિકો, આ સંઘ યાત્રામાં જોડાશે.
છરી પાલિત સંઘ આમાં છરી એટલે શું છરીનો અર્થ ચાકુ નથી પરંતુ જે શબ્દોની પાછળ રી આવે એવા છ નિયમોનું પાલન કરતાં કરતાં આ તમામ યાત્રીકો આવે છે માટે એને છરી પાલિત સંઘ કહેવાય છે.
જેમાં ૧ પાદચારી એટલે ખુલ્લા પગે ચાલવાનું, ૨ ભૂમિ સંથારી એટલે ગરમ વસ્ત્ર પર સૂવાનું ગાદલુ રજાઈ ઓશીકું એ સર્વનો ત્યાગ કરવાનો, ૩ સચિત તો પરિહારી એટલે કે જેમાં પણ જીવ હોય એવા ફળ ફ્રુટ અનાજ શાકભાજી નહીં ખાવાના તમામ ભોજન અચીત કરવાનું. ૪ બ્રહ્મચારી એટલે બ્રહ્મચર્યનું પાલન કરવાનું અને એક અર્થમાં બ્રહ્મ એટલે આત્મા ચારી એટલે એમાં રમણતા કરવાની, ૫ એકલ આહારી એટલે કે ૨૪ કલાકમાં એક જ વાર એક જ સ્થાન કે બેસીને અચ્છીત અને શાકાહારી આહાર લેવાનો તે સિવાય સૂર્યોદયના ત્રણ કલાક પછી પાણી પીવાનું શરૂ કરવાનું અને સૂર્યાસ્ત સમયે છેલ્લું પાણી પીવાનું આખી રાત્રી પાણી પીવાનું નહીં અને જે પાણી પીવાય તે પણ ત્રણ ઉકાળા આવે તેવું ગરમ કરીને ઠારેલું પાણી જ પીવાનું. ૬ આવશ્યકારી એટલે કે અવશ્ય કરવા યોગ્ય આવશ્યક ક્રિયા મતલબ સંપૂર્ણ દિવસ દરમિયાન પરમાત્માની આજ્ઞા મુજબ જ ચાલવું બેસવું ઉઠવું સુવું આ સર્વ આચરણ કરતા કરતા જ્યાં પણ દોષ લાગ્યો હોય તે સર્વનું ક્ષમાપન કરવાનું તે માટે બે ટાઈમ સવાર અને સાંજ પતિક્રમણ કરવાનું આવી છરીનું પાલન કરતાં કરતાં આ સંઘ વિજ્ઞાન તીર્થ શંખેશ્વરપુરમના પ્રેરણા દાતા પુ.પં. લબ્ધિચંદ્રસાગરજી મ.સા.ની પ્રેરણાથી તારીખ ૮ ડિસેમ્બરના શંખેશ્વરપુરમ પહોંચશે ત્યારબાદ પાંચ દિવસ સંઘ શંખેશ્વર પૂરમમાં જ રોકાણ કરશે પાંચ દિવસના રોકાણ દરમિયાન અંજનશલાકા, પ્રતિષ્ઠા, ચેત્યાભિષેક, આદી અભૂતપૂર્વ આયોજનનો થશે.
ત્યારબાદ તારીખ ૧૩.૧૨ મા.વ.૫ના પાલીતાણા પહોંચશે અને તા. ૧૪/૧૨/૦૨૨ ના સમગ્ર શત્રુંજય તીર્થની પૂજા સાથે ગિરિરાજ ઉપર સંઘમાળ આયોજન થશે.