રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ આજે પૂર્ણ થશે. જોકે અહીં નોંધનીય છે કે, દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. જે બાદમાં કોર્ટે દેવાયત ખવડ સહિત 3 આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થશે. જોકે હવે દેવાયત ખવડને ગમે ત્યારે કોર્ટમાં રજૂ કરાઇ શકે છે. જ્યાં તેને જામીન મળે છે કે નહીં તે ઉપર સૌ કોઈની નજર છે.
રાજકોટમાં મયૂરસિંહ રાણા પર હુમલો કરવાનો મામલે લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયાં છે. સોમવારે સાંજે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જોકે હવે આજે આ રિમાન્ડ પૂર્ણ થશે. રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલો કરનાર દેવાયત ખવડે જાતે પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધું હતું. ત્યારે તેને આખી રાત લોકઅપમાં વિતાવી હતી. A-ડિવિઝન પોલીસ રિમાન્ડ માટે દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસ 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં દેવાયત ખવડને રજૂ કર્યો હતો. અને તેના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. દેવાયત ખવડને 10 દિવસ સુધી આશ્રય આપનારા કોણ હતા તેની પણ પોલીસ તપાસ હાથ ધરશે.