ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં આવેલ રહેણાંકી મકાનમાં ઉમરાળા પોલીસે દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૯૦ બોટલ સાથે શખ્સની ધરપકડ કરી રૂ. ૭૧ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉમરાળા તાલુકાના રંઘોળા ગામમાં આવેલ પેટ્રોલ પંપ પાછળ રહેતા અનિરુદ્ધ ઉર્ફે અની હસુભાઈ પંડિતે પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખેલો હોવાની બાતમીના આધારે ઉમરાળા પોલીસે મકાનમાં દરોડો પાડી ઇંગ્લિશ દારૂની ૧૯૦ નંગ બોટલ કિં. રૂ. ૭૧,૨૫૦ ઝડપી લીધી હતી.
ઉમરાળા પોલીસે ઈંગ્લીશ દારૂનો જથ્થો, પ્લાસ્ટિકની ૨૨ ડોલ મળી કુલ રૂ. ૭૧,૬૯૦ ના મુદ્દામાલ સાથે અનિરુદ્ધ પંડિતની ધરપકડ કરી દારૂનો જથ્થો આપનાર ઘનશ્યામભાઈ ડેર રહેલ લીલીયા વિરોધ પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.