ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાતે આજે ઓખા પાસે એક પાકિસ્તાની ફિશિંગ બોટને ઝડપી પાડી હતી. જેમા તપાસ કરતા 300 કરોડના ડ્રગ્સ તેમજ હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી લીધી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATS ગુજરાત દ્વારા છેલ્લા 18 મહિનામાં આ સાતમું સંયુક્ત ઓપરેશન છે.
ઓખાના દરિયામાંથી 40 કિલો હેરોઈન ઝડપાયાના સમાચાર મળી રહ્યાં છે. ATSએ હેરોઈન સાથે પાકિસ્તાનીઓને ઝડપ્યી પાડ્યાં છે. હેરોઈન સાથે હથિયાર પણ મળી આવ્યા છે. ગુજરાત ATSએ 10 પાકિસ્તાનીઓની કરી ધરપકડ કરી છે.
ભારતીય તટરક્ષક દળ(ICG) અને ATS ગુજરાત દ્વારા ગુપ્ત માહિતીના આધારે ભારતીય જળસીમામાં 10 ક્રૂ સાથે એક પાકિસ્તાની બોટને ઝડપી પાડ્યાં છે, જેમાં હથિયારો, દારૂગોળો અને ડ્રગ્સ વહન કરવામાં આવી રહ્યું હતુ. 40 કિલો હેરાઈન જેની કિંમત આશરે 300 કરોડ રૂપિયા છે.