Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજકોટ : નવાગામમાંથી નકલી વિદેશી દારૂની ફેક્ટરી પકડતું સ્ટેટ મોનિટરિંગ સેલ

બે મહિનાથી ગોડાઉન ભાડે રાખી દારૂનું રિફિલિંગ કરી રાજકોટ સહિત આખા સૌરાષ્ટ્રમાં સપ્લાય કરાતો’તો

aaspassdaily by aaspassdaily
2022-12-27 12:40:37
in તાજા સમાચાર, રાજકોટ
Share on FacebookShare on Twitter

રાજકોટ શહેરની ભાગોળે કૂવાડવા પોલીસ મથકની હદમાં આવતાં નવાગામમાં છેલ્લા બે મહિનાથી નકલી ઈંગ્લીશ દારૂની ફેક્ટરી શરૂ થઈ ગઈ હોવા છતાં સ્થાનિક પોલીસને તેની જાણ જ ન હોવાથી છેક ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી નકલી-અસલી દારૂનો મોટો જથ્થો પકડી લઈને અહીંની પોલીસને તે કેવી કામગીરી કરી રહી છે તેનો અરીસો બતાવી દીધો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના એડીજીપી નીરજા ગોટરુ, એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ આર.જી.ખાંટે કૂવાડવાના નવાગામમાં પ્લોટ નં.35માં આવેલા આદિત્ય એસ્ટેટમાં દરોડો પાડીને દારૂની 3099 બોટલ પકડી પાડી હતી. દરોડા વખતે પોલીસને રમ અને ઓરેન્જ વોડકા ફ્લેવર તેમજ સ્પીરીટ કે જેનો વપરાશ દારૂ બનાવવામાં થાય છે તે સહિતનો મુદ્દામાલ મળી આવતાં અહીં જ અસલી દારૂમાં ભેળસેળ કરી નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનો ખુલાસો થયો હતો.
ત્યારબાદ પોલીસે ઉંડાણપૂર્વક તપાસ કરતાં નકલી દારૂની 1054 અને અસલી દારૂની 2045 બોટલ મળી આવી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે મોટા હડમતિયા ગામનો લિસ્ટેડ બૂટલેગર હસમુખ નારણભાઈ સાખોરીયા છેલ્લા બે મહિનાથી અહીં દારૂમાં રિફિલિંગ કરી તેનું આખા સૌરાષ્ટ્રમાં વેચાણ કરતો હોવાનો ખુલાસો થયો છે. હસમુખના ઈશારે મધ્યપ્રદેશનો શખ્સ અહીં અસલી દારૂની અડધી બોટલમાં નકલી દારૂ મિક્સ કરી આખી બોટલ તૈયાર કરી લેતો હતો અને પછી તેનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. જ્યાં આ દરોડો પડ્યો તે સ્થળ કૂવાડવા પોલીસ મથકથી માત્ર 250 મીટરના અંતરે આવેલું છે છતાં સ્થાનિક પોલીસના ધ્યાન પર આ ગોરખધંધો શા માટે નહીં આવ્યો હોય તે પણ એક મોટો સવાલ છે.

 

બીજી બાજુ સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થળ પરથી અસલી-નકલી દારૂની 6,94,400 રૂપિયાની કિંમતની 3099 દારૂ બોટલ, 2320 રૂપિયાની રોકડ, એક વાહન, ત્રણ મોબાઈલ, નકલી દારૂમાં ભેળસેળ કરવા માટેનું 555 લીટર ડી.એમ.વોટર, રમ અને વોડા ફ્લોવરની 500 એમએલની બોટલ તેમજ 1020 લીટર સ્પીરીટ મળી કુલ રૂા.7,86,670નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દરોડા વખતે પોલીસના હાથે મધ્યપ્રદેશના હામોદ જિલ્લાના હદુવા ગામે રહેતો મોનુ નર્મદાપ્રસાદ અને દારૂનો જથ્થો આપવા આવનાર નવાગામના રિક્ષાચાલક વિપુલ મેપાભાઈ સરૈયા લાગી જતાં તેની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે લિસ્ટેડ બૂટલેગર હસમુખ નારણભાઈ સાખોરી (રહે. મોટા હડમતીયા ગામ) હાથમાં ન આવતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આવી જ રીતે હસમુખને હરિયાણાથી ઈંગ્લીશ દારૂ મોકલનાર સપ્લાયર સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હજુ એક મહિના પહેલાં જ મતલબ કે 29 નવેમ્બરે સ્ટેટ મોનિટરિંગ સેલે માલવિયાનગરમાં આવેલા કુખ્યાત બૂટલેગર હાર્દિક ઉર્ફે કવિના દેશી દારૂના બાર ઉપર ત્રાટકીને અનેક પ્યાસીઓની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ પણ પોલીસે કોઈ જ પ્રકારનો સુધારો નહીં કરવાની ગાંઠ બાંધી લીધી હોય તેવી રીતે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતાં ફરી આ જ પ્રકારનું દૂષણ નવાગામમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યું છે.

Tags: Daru raidgujaratRajkotSMC
Previous Post

ભારતની હૉટલમાં બે દિવસમાં બે રશિયન ટૂરિસ્ટના મોત

Next Post

કોરોના રસીના ચોથા ડોઝની આવશ્યકતા વિશે વિચારણા

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કોરોના રસીના ચોથા ડોઝની આવશ્યકતા વિશે વિચારણા

કોરોના રસીના ચોથા ડોઝની આવશ્યકતા વિશે વિચારણા

18 મહિનામાં 7 મેગા ઓપરેશનમાં 1930 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

18 મહિનામાં 7 મેગા ઓપરેશનમાં 1930 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.